અમદાવાદ: પેટ્રોલ અને ડીઝલમાં ફરી એકવાર ભાવવધારો નોંધાયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટર 28 પૈસાનો વધારો નોંધાયો છે. જ્યારે ડીઝલમાં 18 પૈસા પ્રતિ લિટરનો વધારો નોંધાયો છે. ભાવવધારાની અસર જનજીવન પર જોવા મળી છે. જેને લીધે લોકોનો આક્રોશ સામે આવ્યો છે. ભાવવધારાને લઇને ગઇકાલે પ્રધાનમંત્રી મોદીની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. જેમાં નાણાં સચિવ હસમુખ અઢીયા, અરૂણ જેટલી સહિત દિગ્ગજોએ ભાગ લીધો હતો પણ મોદી સરકારે ભાવવધારાને ડામવા કોઇ નિર્ણયની બેઠક બાદ જાહેરાત કરી નહોતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બાજુ દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવો ભડકે બળી રહ્યાં છે. રવિવારે એટલે કે આજે પેટ્રોલના ભાવોમાં 28 પૈસા પ્રતિ લીટરનો વધારો થતા હવે આજે પેટ્રોલ 89.29 રૂપિયા પ્રતિ લીટરે  પેટ્રોલ વેચાઈ રહ્યું છે. આર્થિક રાજધાનીમાં ડીઝલના ભાવોમાં 19 પૈસાનો વધારો થતા હવે તેનો ભાવ 78.26 રૂપિયા પ્રતિ લીટર થયો છે. જ્યારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 81.91 રૂપિયા પ્રતિ લીટર થયો અને ડીઝલમાં પણ 18  પૈસાનો વધારો થતા ભાવ 73.72 રૂપિયા પ્રતિ લીટર થયો છે. 


ગુજરાતના ચાર મુખ્ય રાજ્યોમાં આ પ્રમાણે છે પેટ્રોલ ડીઝલના ભાવ...


વડોદરા


પેટ્રોલનો આજનો ભાવ - 80.76
ગઇકાલનો ભાવ -  80.48
વધારો - 0.28 પૈસા
ડીઝલનો આજનો ભાવ - 78.82
ગઇકાલો ભાવ - 78.64
વધારો - 0.18 પૈસા


અમદાવાદ


પેટ્રોલનો આજનો ભાવ - 81.04
ગઇકાલનો ભાવ - 80.76
વધારો - 0.28 પૈસા
ડીઝલનો આજનો ભાવ - 79.1
ગઇકાલો ભાવ - 78.92
વધારો - 0.18 પૈસા


રાજકોટ 


પેટ્રોલનો આજનો ભાવ - 80.91
ગઇકાલનો ભાવ - 80.63 
વધારો - 0.28 પૈસા
ડીઝલનો આજનો ભાવ - 78.98
ગઇકાલો ભાવ - 78.80
વધારો - 0.18 પૈસા


સુરત


પેટ્રોલનો આજનો ભાવ - 81.04
ગઇકાલનો ભાવ - 80.76 
વધારો - 0.28 પૈસા
ડીઝલનો આજનો ભાવ - 79.12
ગઇકાલો ભાવ - 78.94
વધારો - 0.18 પૈસા